ઘણા સમય પહેલા ની વાત છે. એક નાનકડું ગામ હતું. ત્યાં એક વાણિયાઓ નો પરિવાર રહેતો હતો. તેના ઘર ના વાણિયો, વાણીયા ની પત્ની અને એનો એક છોકરો રહેતા હતા. તેમના છોકરા નું નામ ચંદુ હતું. ચંદુ આઠમા ધોરણ માં ભણતો હતો. ચંદુ ને નિશાળે જવામાં ખુબજ બળ પડતું એટલે કે તેને ભણવા જવું ગમતું નાતું. એટલે ચંદુ ઘરે એમ કહી ને નીકળે કે હું શાળા એ જાવ અને તે તેના મિત્ર નાં ખેતર પર જતો રહેતો. એક વાર પણ ચંદુ ઈ આવીજ રીતે ઘરે શાળા એ જાવ એમ કહી નીકળી ને એના મિત્ર નાં ખતર પર ગયો. ત્યાં પહોંચતા તે તેના મિત્ર પાસે ગયો અને વાતો કરવા લાગ્યો. તેઓએ અડી હવડી વાતો કરી. પછી ચંદુ નો મિત્ર તેના ઘરે આવી ગયો. અને હવે ચંદુ ખેતર પર એકલોજ હતો. ચંદુ એ વિચાર્યું કે હું અહીં રહીશ કેમ કે જો હું ઘરે જઇશ તો તેના પપ્પા તેને મરસે કેમ કે તે શાળા એ નથી ગયો.


તે પછી ચંદુ ત્યાં એક બાવળ નાં જાડ નિચે ખાટલો પથરી સુઈ ગયો. ચંદુ ને ઘટ્ટ નીંદર ચડી ગઈ. અને તેની નીંદર ની વચ માં ચંદુ ની પગ બાવળ નાં કાંટા પર વાગ્યો. એટલે ચંદુ નીંદર માં થી થોડું ઉથી અને પાછો સુઈ ગયો. સાંજ થવા આવી ચંદુ ને ઘરે જવાનો સમય થઇ ગયો હતો. ચંદુ ઉઠ્યો અને બધું સરખું કરી પોતાના ઘરે જવા નીકળ્યો. ત્યાં ચંદુ ની નજર એના પગ પર પડી. ચંદુ એ એન પગ તરફ ધ્યાન થી જોયું તો ત્યાં સાપ કરડે તેવું નિશાન હતું. પણ ખરેખર માં e નિશાન બાવળ નાં કાંટા નું હતું.


પણ ચંદુ ને એમ લાગ્યું કે એને સાપ કરડ્યો. એટલે માં ચંદુ રોવા લાગ્યો. ચંદુ ને એમ લાગ્યું કે એને સાપ કરડી ગયો. ચંદુ દોડતો દોડતો તેના ઘરે પહોચ્યો અને તેના માતા પિતા ને કહ્યું કે તેને સાપ કરડી ગયો. તેના માતા પિતા સે પણ એનો પગ ધ્યાન થી જોયો તો એમને પણ એમ લાગ્યું કે ચંદુ ને ખરેખર સાપ કરડી ગયો. ચંદુ નાં પપ્પા એ તરતજ ડોક્ટર ને બોલાવવા ગયા. અડધા કલાક માં ચંદુ નાં પપ્પા અને ડોક્ટર આવ્યા. એટલા સમય માં ચંદુ ને ખરેખર જેર ચડવા લાગ્યું. જો કે તેને સાપ કરડ્યો નહોતો તો પણ જેર ચડવા લાગ્યું.



ત્યાં ડોક્ટર આવ્યા અને ચંદુ ની નાડ તપાસી અને પછી ડોક્ટરે તેનો પગ જોયો ત્યાં ડોક્ટર ને ખબર પડી કે આ ને સાપ નથી કરડી ઓ. અને ડોક્ટરે ચંદુ નાં માતા પિતા ને કહ્યું કે આને સાપ નથી કરડ્યો. આને બાવળ નો કાંટો વાગેલો છે. તો ચંદુ નાં પપ્પા એ કહ્યું કે આને જેર કેમ ચડે છે બાવળ નાં કાંટા થી. ત્યાં ડોક્ટરે કાહ્યું કે આપનું શરીર એવું હોય છે કે આપડે જેવું વિચાર્યે દેવું થઈ. અને પછી બધા થઈ ને ચંદુ ને સમજાવવા લાગ્યા. અને બધા ને સમજવા માં થોડું વાળ પછી ચંદુ ને જેર ઉતારવા માંડ્યા અને ચંદુ બાચી ગયો.

પ્રેરણા:- આપને જેવું વિચારીયે એવું થઈ છે. એટલે જીવન માં સારા વિચાર વિચારવા જેથી તે સત્ય થઈ શકે. અને જીવન માં નકારાત્મક વિચાર દુર કરવા જોઈયે.