એક નાનું શિયાળ હતું. તે જંગલમાં આમ તેમ ફરી રહ્યું હતું. જંગલ માં તેના ઘણા મિત્રો હતા. એક વાર તે તેના મિત્રો સાથે વાતો માં એટલો રહી ગયો કે તેને સમય નો ભાન નાં રહ્યું. અચાનક તેને ભૂખ લાગી. વિચારવા લાગ્યું કે, ખાવાની કે ચીજ મળી જાય તો સારું. ખોરાક ની સોધ માં તે નદી કિનારે આવી પહોંચ્યું. ત્યાં એક બગીચો હતો. બગીચા માં દ્રાક્ષ નાં જુમખા લટકી રહ્યા હતા. દ્રાક્ષ જોઈ તેના મોમાં પાણી આવી ગયું, પણ દ્રાક્ષ બહુ ઉંચાઈએ હતું. દ્રાક્ષ મેળવવા એ કૂદકા મરવા માંડ્યો, પણ દ્રાક્ષ હાથ માં આવી નહિ.



શિયાળ વિચામાં પડી ગયુ કે, હવે દ્રાક્ષ કેવી રીતે મેળવવી ? ત્યાં ચાલતા - ચલતા એક કાચબો આવી પહોચ્યો. 

કાચબાએ પૂછ્યું, ' સિયાળ ભાઈ તમને ભૂખ લાગી છે ?' ' હા, પણ તમને કેવી રીતે ખબર પડી ?' ' તેને દ્રાક્ષ માથે કૂદકા મારી હું સમજી ગયો.' હા, ખરેખર મને ભૂખ લાગી છે અને હું દ્રાક્ષ ખાવા માંગુ છું.' ' પણ ભાઈ દ્રાક્ષ નાં જૂમખા બહુ ઊંચા છે.' ' એજ તો ચિંતા ની વાત છે.' મારું માન ખોટા પ્રયત્નો નાં કર. ચૂપચાપ ઘરે જતો રહે. તારા દાદા એ પણ તારી જેમ દ્રાક્ષ મેળવવાના પ્રયત્નો કર્યા હતા. પરંતુ દ્રાક્ષ સુધી એ પણ પહોચી સક્યા નહોતા, એટલે દ્રાક્ષ ખાટી છે એમ કહી હતા રહ્યા. ત્યાં શિયાળ બોલ્યો, હું એમ ને એમ રહેવાનો નથી. કેમ કે, કોઈ પણ રીતે મારે દ્રાક્ષ સુધી પહોચવું જ છે. તમે અહીંયા ઊભા રહો. હું હમણાજ આવું છું. એક કહી નાનું શિયાળ ત્યાં થી હતું રહ્યું. થોડીક જ વાર માં એ એક નાનું ટેબલ લઈ આવ્યું. ટેબલ દ્રાક્ષ નાં જીમખા નિચે બરોબર ગોઠવી તે ટેબલ પર ચડવા લાગ્યો. હવે તેના હાથ તો શું મોજ જુમખાં ને અડવા લાગ્યું. ટેબલ ઉપર ઉભુ રહી તે દ્રાક્ષ ખવ લાગ્યો. 




કાચબો આ બધું અચરજ થી જોઈ રહ્યો હતો. પછી પૂછ્યું, ' દ્રાક્ષ ખાટી તો નથી ને ?' શિયાળ બોલ્યું, ' નાં, હવે આ દ્રાક્ષ ખાટી નથી રહી.' એને મેળવવા મે કોશિશ કરી છે એટલે એ મીઠી થઈ ગઈ. કાચબા ભાઈ!!! આપડા વડીલો કહી ગયા છે કે, ' મહનાત નું ફળ મીઠું હોય છે.' અને આ દ્રાક્ષ મારી મહેનત થી મને મળ્યું છે.


પ્રેરણા:- કઈ પણ કામ કરવા થી અને મહેનત કરવા થી તેનુ ફળ વધારે મીઠું લાગે છે, એટલે જીવન માં મહેનત કરવી ખુબજ જરૂળી છે.