એક જંગલ હતું. એમાં એક નાનકડું તળાવ હતું. તળાવ માં ઘણી બધી માછલીઓ હતી. તે તળાવ નાં કિનારે એક બાદલ નામનો બગલો પણ રહેતો હતો. બાદલ બગલો રોજની જેમ માછલીઓની રાહ જોતો હતો. માછલીઓનું એક એણે તેમના પર નજર સ્થિર કરી. ચીંકી માછલી બોલી, 'મને બગલાની ગંધ આવે છે.' લીલું માછલી બોલી, 'હા, પણ દેખાતો નથી.' ચોંકી એ કહ્યું,' હું નાનકી ને બોલવું. એની પાસે દૂરબીન છે.' લિલુએ પૂછ્યું, 'દૂરબીન એટલે ?' 'એનાથી માછલી પકડનાર ને દુર થી જોઈ શકાય છે.' નાનકી આવી, તો ચિન્કીએ દૂરબીન લઈ ચારે તરફ જોયું. થોડે દુર એને બગલો દેખાયો. અને તે માછલીઓ ત્યાંથી ભાગી ગઈ અને બદલ બગલો નિરાશ થઈ ગયો.



 


એક દિવસ અન્ય બગલો તે તળાવ ને ત્યાં આવ્યો. બદલે એને કહ્યું, 'તું મરવા આવ્યો છે ?' 'કેમ ?' બગલાએ પૂછ્યું. બદલ બોલ્યો, 'આ તળાવ ની માછલીઓ ચાલાક છે. એ ભાગી જાય છે. હું તો ભૂખે મારું છું. 'પેલા બગલાએ કહ્યું, 'હું એમના થી વધારે ચાલાક છું. મારી પાસે 'ફિશ ડિરેક્ટર' છે.' કહી પાણીમાં એણે મશીન નાખ્યું. 'પછી બોલ્યો,
માછલીઓ જમણી તરફ છે.' કહી એ દિશા માં આગળ વધવા લાગ્યો. પણ માછલી દૂર ભાગી ગઈ. બગલો ત્યાં ઊભો રહ્યો. આ જોઈ માછલીઓ આરામ કરવા લાગી. એ ધીમા પગલે પહોચી માછલી પકડવા લાગ્યો. પણ તે માછલીઓ ત્યાં થી ભાગી ગઈ.


એક દિવસ લિલીએ બગલાને સિકર કરતા જોઈ લીધો. એણે નાનકી ને કહ્યું, 'નવા બગલા પાસે આપડી ભડ મેળવવાનું મશીન છે. હવે ?' 'એને એવો પાઠ ભણાવીશ કે યાદ રાખશે.' નાનકી બોલી.

સવારે બગલાએ મશીન પાણી માં નાખ્યું એને બોલ્યો, 'આટલી બધી માછલીઓ ?!' 'ક્યાં છે ?' બદલ બોલ્યો. બગલાએ કહ્યું, 'હું કહું ત્યાં ચાંચ મર મારજે.' થોડી વારે એ બોલ્યો, 'એટેક....' અને તેમણે ચાંચ પાણીમાં નાખી. ચાંચમાં માછલીઓ ફસાઈ, પણ.... ! નાનકી એ તેમની ચાંચ પર જોર થી તેની પુછડી મારી. ચાંચ માં ફસાયેલી માછલીઓ પેટ માં જતી રહી. નાનકી બોલી, 'ખાવ, પ્લાસ્ટિક ની આ માછલીઓ તમારા પેટ માં રહેશે.' કહી ભાગી ગઈ. અને બંને બગલા એક બીજાની સામે જોઈ રડવા લાગ્યા. બંને બગલાને એમ હતું કે ' ફિશ ડિટેક્ટર્સ' દ્વારા તેમને સહેલાઇ થી માછલી ખવ મળશે. પણ માછલીઓ ઓછી ચાલાક નહોતી ! 


 પ્રેરણા:- કોઈ પણ જીવ ને કે કોઈ માણસ તેની ચતુરાઈ થી વિજેતા બને છે. તાકાત થી નીહી.